Schedule: Monday - Saturday - 09:30 - 01:00 & 4:30 - 09:00, Sunday - 09:30 - 01:00
quality assurance

Details Information

એસીડીટી અને ગેસ

- એસિડિટી અને ગેસની સમસ્યા રહેતી હોય તો અજમાનું નિયમિત સેવન કરવું જોઈએ. નિયમિત ન લો તો જે દિવસે વધુ તેલ મસાલા વાળી ચીજો ખાવ એ દિવસે અજમો જરૂર ફાકો. જમ્યા પછી 10 મિનિટ રહીને અજમાને ચપટી સિંધવલૂણ સાથે લો, અથવા તેમાં અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને પાણી પી લો. તેને શાકમાં નાંખીને પણ ખાઈ શકો છો. - સૂંઠ ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. પેટમાં એન્ઝાઈમ પૂરતી માત્રામાં નીકળે છે. અડધી નાની ચમચી સૂંઠ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે જમવાની 10-15 મિનિટ બાદ લેવું જોઈએ. - અપચામાં હરડે રામબાણ ઈલાજ છે. પેટના રોગોમાં તે ખૂબ જ લાભકારક છે. તે પેટ સાફ રાખે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જમવાની 10 કે 15 મિનિટ બાદ અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઈએ. પેટની સમસ્યા દૂર થશે. - એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે. તે પેટના અલ્સરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે. રોજ ત્રણથી ચાર તુલસીના પાનના સેવનથી પેટ દુરસ્ત રહે છે. તેને પાણીમાં ઉકાળીને લેવાથી પણ ફાયદો થાય છે. - ભોજન બનાવવામાં હીંગનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેની સુગંધ ભૂખ વધારે છે અને તે પાચન માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન માટે નીકળતા એન્ઝાઈમ યોગ્ય માત્રામાં નીકળે છે. તેને આખી ખાવી હોય તો એક ચોખા કે ઘઉંના દાણા જેટલા પ્રમાણમાં હીંગ લો. તેને પાવડર રૂપમાં લેવી હોય તો જમ્યાના 10 મિનિટ બાદ 1 ગ્લાસ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે લો. હીંગને ડૂંટી પર લગાવવાથી પણ ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે અને પેટના દુઃખાવામાં રાહત મળે છે. બાળકો માટે હીંગ ખૂબ ફાયદાકારક છે. - શાકમાં સદીઓથી તમાલપત્રનો ઉપયોગ થાય છે. પેટની સમસ્યામાં તે ઘણા કામની ચીજ છે. તે પિત્તનાશક છે અને પાચન સારુ રાખે છે. તેનું પાવડરના રૂપમાં પણ સેવન કરી શકાય છે. અડધી નાની ચમચી તમાલપત્રના પાવડરને પાણી સાથે જમવાની વચ્ચે વચ્ચે અથવા 10 મિનિટ બાદ લઈ શકો છો. - વરિયાળી એસિડીટી ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. 1 મોટી ચમચી વરિયાળી 2 કપ પાણીમાં ઉકાળી લો અને આ મિશ્રણ દિવસમાં બે-ત્રણ વાર લો. તેનાથી નાના-મોટા આંતરડાને ફાયદો થાય છે. જમવાના 5થી 10 મિનિટ બાદ નાની ચમચી વરિયાળી લેવાથી ફાયદો થાય છે. - લવિંગનું નિયમિત સેવન પેટને સ્વસ્થ રાખે છે. જમવાના 10 મિનિટ પછી લવિંગની એક કે બે કળી ચાવી જાવ. આમ કરવાથી જમવાનું પચી જશે અને પેટ સાફ રહેશે. લવિંગની કળી ચાવવાથી પેઢા પણ મજબૂત બને છે. તેને ચા સાથે પણ લઈ શકો છો.

ONLINE HASSLE FREE Appointment BOOKING

Professional and Affordable